
સુરત શહેર પોલીસ સ્વ-રક્ષા અભિયાન સશક્ત નારી, સશક્ત સમાજૅ ઝુંબેશ શરુ કરાઈ છે. જી.ડી.ગોઍન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અને બાળકોને ગુડ ટચ, બેડ ટચની સમજ આપવામાં આવી હતી.
તમામ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવેલ ૅશી ટીમના પોલીસ કર્મચારીઓ સાથે રહી મહિલાઓને વિશિષ્ટ તાલીમ આપી શારીરિક તથા માનસિક રીતે સક્ષમ બની શકે તેની વિવિધ પ્રાથમિક યોજનાઓની જાણકારી આપી હતી. મહિલાઓને સ્વ-રક્ષા, આત્મવિશ્વાસ, હિંમત, ચપળતા અને અન્ય કોઇ બનાવોમાં હિંમત હાર્યા વગર ચપળતાથી બચવાના તેમજ વિવિધ હેલ્પલાઇનની મદદ માંગી વિકટ પરિસ્થિતિમાંથી કેવી રીતે બચી શકાય? તે અંગે માહિતગાર કરવામાં આવી હતી. શહેરની સ્કૂલ, કોલેજો, કંપની કે ઓફિસમાં નોકરિયાત મહિલાઓને સજાગ કરવાના હેતુસર આ જાગૃતતા અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ભવિષ્યમાં આશરે ૧૧૦૦૦થી પણ વધુ બાળકીઓ તેમજ મહિલાઓને તાલીમ આપવાનું આયોજન છે. કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય ઝંખના પટેલ, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા જી.ડી.ગોઍન્કા ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. શિલ્પા ઈન્ડોરિયા પણ હાજર રહયા હતા.