
વરાછામાં પી.પી.સવાણી શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર ઍકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતા પોલીસ દોડી આવી હતી.પોલીસ દ્રારા ૭ થી૮ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારે શાળાઍ પહોંચ્યા હતા. તે બાબતની પોલીસને જાણ થતા જ તેમની સામે પગલા લેવાયા હતા.
દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્ના છે. હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક પહેરવેશ પહેરીને શાળા-કોલેજોમાં આવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે પ્રકારની માંગ સામાન્ય બની રહી છે. દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓ ગણવેશમાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. કોઈ પણ ધાર્મિક પોશાક પહેરીને શાળામાં આવું યોગ્ય નથી. ઍ પ્રકારનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્ના છે.ખાસ કરીને કર્ણાટકમાં હિજાબનો મુદ્દો વધુ ગરમાઈ રહયો છે. ત્યારે તે પ્રકારની સ્થિતિ ધીમે ધીમે દેશમાં શરૂ થઈ છે. જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે. ખાસ કરીને સુરતમાં તેની અસર દેખાય રહી છે. વરાછાની પી.પી.સવાણી શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓ હિસાબ કરીને શાળાઍ પહોંચતા વિરોધ થયો હતો. આ અંગે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા.આ પ્રકારે તેઓ અહીંયા પહેરીને શાળામાં ન આવી શકે તે પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારે શાળાઍ હોબાળો મચાવતા વરાછા પોલીસ દોડી આવી હતી.પોલીસે વિરોધ કરતા વિશ્વ હિન્દુ પરિષદના ૭થી ૮ કાર્યકર્તાઓ સામે પગલા તેઓની અટક કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું કે,ગુજરાતને પણ શાહીન બાગ બનાવવાનું યંત્ર ચાલી રહ્નાં છે. તેના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય ચલાવવામાં આવી રહ્નાં છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે. તે ઍક મોટો પ્રશ્ન છે. આ સાંખી લેવાશે નહીં. સમગ્ર ગુજરાતભરની અંદરનો વિરોધ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું હતું.