
પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા થયા બાદ શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ શહેરમાં ડ્રગ્સ અને અન્ય દુષણો પણ વધ્યા છે, ત્યારે આ તમામ બાબતોને નાબૂદ કરવા અને મનોમંથન કરવા માટે સુરત શહેર સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ ખાતે ‘સલામત સુરત પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાઍ શહેરમાં ચાલી રહેલા દૂષણો વિશે વાત કરી હતી. સાથે સાથે પટેલ સમાજના આગેવાન મથુર સવાણી, ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દિપક રાજ્યગુરૂ અને પોલીસ કમિશનર અજય તોમરે વિષય અંતર્ગત વાત કરી હતી. આ કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટા અને લાલજી પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.
ગ્રીષ્માના પરિવારને મળવા ગયા ત્યારે પરિવારના ઍક ભાઈઍ બે હાથ જોડીને કહયું કે, ‘સમાજના આગેવાનોને ઍટલી જ વિનંતી છે કે, અમારી ગ્રીષ્મા સાથે તો આવી ઘટના બની પરંતુ સમાજની બીજી કોઈ દિકરી સાથે આવી ઘટના ન બને તે માટે સમાજના વડીલો તમે કંઈક કરજો.’ થોડાં દિવસ પહેલા પોલિસ કમિશનરને મળવા ગયા ત્યારે તેમણે કહ્નાં હતું કે, ‘હની ટ્રેપમાં માત્ર બાળકો નથી ફસાતા પરંતુ અઠવાડિયે ઍક બે વખત તો ધોળા વાળવાળા પણ ફસાઈ છે.’ ઍક વાત તો સ્વિકારવી જ જોઈઍ કે, ‘ગુન્હેગારોમાં પોલીસનો જે ખૌફ અને ભય હોવો જોઈઍ તે ચોક્ક્સ ઓછો થયો છે.જ્યારે લોકોને કહીઍ છીઍ કે, ઍવી કોઈ જગ્યા હોય કે, જ્યાં અસામાજીક તત્વોનો અડ્ડો હોય તેની જાગૃત નાગરિક તરીકે જે પ્રયત્ન થઈ શકે તે કરવા પોલીસને જાણ કરવી જોઈઍ. ઘણા લોકો ઍમ પણ કહે છે કે, પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસને બધી જ ખબર છે, પોલીસ ક્યાં અજાણ છે.મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી ઉતર્યા નથી. અમે લોકો આ સમાજના જ છીઍ. સમાજમાં અમુક ઘટના બને છે ત્યારે લોકો કહે છે પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, ઍવી વાતથી ઘણા મોટા પ્રશનો ઉભા થાય છે. શું તમારે અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈઍ ૧૮૫૭ પછી અંગ્રેજોઍ આ પોલીસની સ્થાપના કરી તે પહેલાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આવ્યો.જેમાં મંગલ પાંડે હતાં, રાણી લક્ષ્મીબાઈ હતાં. ત્યારે અંગ્રેજોઍ લોકોના ગળા કાપી નાંખ્યા. ત્યારે ઈન્ડિયાને ફરીથી કંટ્રોલ કરી દીધા. દુનિયામાં કોઈ ઍવી લોકશાહી નથી કે, જ્યાં લોકો ઍમ ઈચ્છતા હોય કે પોલીસનો ખૌફ હોવો જોઈઍ. પોલીસનો ખૌફ ન હોવો જોઈઍ. પોલીસ પર તમને વિશ્વાસ હોવો જોઈઍ. પોલીસ અને સમાજના સંબંધ સુરતમાં ઉભા થાય તેના માટે સંપૂર્ણ મહેનત કરી રહયો છું અને કરતો રહીશ.