
ઉનપાટીયા ગભેણી ચોકડી પાસે આવેલા ઍક તળાવમાં મધરાત્રે ૨ બાળકો ન્હાવા જતા ડૂબી ગયાં હતા. આ અંગે પોલીસ અને ફાયરના જવાનોને જાણ થતા તેઓ દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ તેમની કોઇ ભાળ મળી ન હતી. બુધવારે સવારે ફરીથી ફાયર બોટ લઈને મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતા. ઘટનાના ૧૦ કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહોને બહાર કાઢી સચીન પોલીસને કબજા સોપ્યો છે.
ઉનપાટીયા ગભેણી ચોકડી પાસે આવેલા ઍક તળાવમાં મધરાત્રે ૨ બાળકો ન્હાવા ગયા હતા.પરંતુ તળાવમાં પાણી હોવાથી બંને બાળકો ડુબી ગયા હતા.આ અંગે બાળકોના પરિવારજનો જાણ થતા તેઓ તળાવ પર દોડી આવ્યાં હતાં. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ ફાયરને તેમની કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ બુધવારે સવારે ફરીથી ફાયરના જવાનો બોટ લઈને મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. ઘટનાના ૧૦ કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.ફાયરે બંને બોડી સચીન પોલીસને સોપી હતી.પોલીસે તપાસ કરતા બંને મૃતક બાળકો ઉન ભીડીંબજારમાં રહેતા ૧૩ વર્ષિય આબિદ અમજદ પઠાણ અને ૧૪ વર્ષિય અજમેર નસીરભાઇ અંસારી હોવાનુ જાણવા મળ્યુ હતુ. હાલ પોલીસે પી.ઍમ માટે બંને બોડી સિવીલમાં મોકલી આપી છે. આમ અચાનક બંને બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટી ગયુ છે.