
નાનપુરામાં આવેલ નામાંકીત રાધે ઢોકળાની દુકાનમાં પનીરના શાકમાંથી વાંદો નિકળ્યો હોવાની ફરિયાદ મળતાં પાલિકાની ટીમ દોડતી થઇ ગઇ હતી. ઍક મહિલાઍ શાક પાર્સલ કરાવ્યું હતું. આ પાર્સલમાંથી વાંદો નિકળ્યો હોવાની ફરિયાદ મહિલાઍ કરી હતી.આ સંદર્ભે પાલિકાના ચીપ ફુડ ઇન્સપેકટર જગદીશ સાળુંકે જણાવ્યું કે, ફરિયાદ મળતાં ફૂડ વિભાગની ટીમ પહોંચી હતી.
ફરિયાદના આધારે તત્કાળ દુકાન બંધ કરાવી સાફસફાઇ કરવા સુચના આપી છે. આ સંદર્ભે દુકાનદારને નોટીસ ફટકારી છે. જ્યારે ૨ શાકના સેમ્પલ લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. તપાસના અંતે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી દુકાન બંધ રહેશે. પાલિકાની ટીમ દ્વારા નાનપુરા સિવાય રાધેઢોકળાની અન્ય દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાંથી પણ શાકના સેમ્પલ લેવાયા છે.અંત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના સોમવારે રાત્રે બની હતી. ત્યારે હોબાળો થતાં દુકાનદારે માફી પણ માગી હતી. ફરિયાદી ગ્રાહક મહિલાઍ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા તંત્રને જાણ થઈ હતી.