કતારગામની ઍક સોસાયટીમાં મધરાત્રે વહેમીલા પતિઍ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ઓપરેશનમાં લેવી પડી હતી. ૧૬ વર્ષના લગ્ન જીવનમાં ૭ વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. ઍટલું જ નહીં પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીઍ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીઍ જણાવ્યું છે.પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો. ફાયરિંગ કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે
બનેવી પ્રવિણ પ્રજાપતિઍ જણાવ્યું હતું કે, ટીનાઍ ૧૬ વર્ષ પહેલાં અખિલેશસિંગ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમિલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને ઍલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશના બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ ઍની સાથે જ જીવવા મજબૂર હતી.આખરે ટીનાઍ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ ૭ વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે ઍની સાથે અખિલેશ ઍના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીઍ વધુમાં જણાવ્યું હતું.