![](https://suratchannel.in/wp-content/uploads/2022/02/Screenshot_2022-02-24-15-51-22-05-1024x539.jpg)
અડાજણ ખાતે આવેલા વિજય સેલ્સમાં મોડી રાત્રે ઍકાઍક ધુમાડાના ગોટા દેખાતા આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા. ફાયર બ્રિગેડને આ અંગેનો કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની ૬ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી.
શહેરમાં બુધવારે આગની મોટી ઘટના સામે આવ્યા બાદ રાત્રે અડાજણ વિજય સેલ્સમાં આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડમાં કોલ આવ્યો હતો કે વિજય સેલ્સમાંથી ધુમાડો નીકળી રહયો છે, શોર્ટસર્કીટને કારણે આગ લાગવાની શક્યતા છે. જેને પગલે ધુમાડો મોટી આગનું સ્વરૂપ લે તે પહેતા ફાયર વિભાગની ત્રણ સ્ટેશન પરથી ૬ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. સદનસીબે રાત્રે સ્ટોર બંધ હોવાથી જાનહાનિ ટાળી શકાઈ હતી. અધિકારીને ઘટના સ્થળ પર આગ બાબતે પુછતા આગ શોર્ટસર્કીટથી લાગી હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.મોડી રાતે આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઇલેક્ટ્રીકનું સ્ટોર હોવાથી માલસામાનને નુકશાન થયું હતું. જોકે કેટલું નુકશાન થયું તે અંગે સ્પષ્ટ જાણી શકાયું નહોતું.