સુરત જિલ્લા ઍલસીબી અને ઍસઓજી પોલીસે કોસંબા પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ટ્રકોની ચોરી કરતી ટોળકીનાં પાંચ ઈસમોને ઝડપી પાડી રૂપિયા ૭ લાખ ૨૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત જીલ્લા ઍલસીબી અને ઍસઓજી પોલીસે ઝડપી પાડેલ આ ટોળકી ટ્રકોની ચોરી કર્યા બાદ વિવિધ ભાગોનું કટિંગ કરી ભંગારમાં વેચી દેતા હતા. પોલીસે આ ટોળકીનાં ચાર સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવાનાં ચક્રો ગતિમાન કયા છે.