મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં રાત્રિના સમયે બે વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને ભાઈઓ ઉપર ચાકૂ વડે હુમલો થતા અફરાતફરીનો માહોલ જાવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત અજય રતિલાલ સોની અને કેતન રતિલાલ સોની નામના બંને ભાઈઓને સારવાર અર્થે લાલદરવાજાની વિનસ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.