સુરતમાં કામરેજના પાસોદારામાં અનેક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલ સામે આજે ચાર્જફ્રેમ કરવામાં આવશે. ફેનિલને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ફેનિલના ચેહરા પર કોઈ પણ પ્રકારનો ખેદ જણાયો નહતો. ફેનિલને ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. ડે ટુ ડે કોર્ટ દ્વારા કેસની સુનાવણી ચાલશે. આજે ચાલનારી સુનાવણીમાં આરોપી સામે ચાર્જ ફ્રેમ થશે. ગુરુવારના રોજ કેસની મુદત દરમિયાન આરોપીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરાયો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાઍ ૮૦ જેટલાં દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત ૧૨ ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ઍક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીઍ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. કઠોર કોર્ટથી કેસ સુરત ટ્રાન્સફર થતા આરોપી સામે ઍફઍસઍલ, પીઍમ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ફેનિલ ગોયાણીઍ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ઍક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.ઓડિયો ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર ઍફઍસઍલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેર્કડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ ઍફઍસઍલઍ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા ઍકત્ર કરી કઠોરની કોર્ટમાં ૨૫૦૦ પાનાની ચાર્જશીટ કરી દીધી હતી. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ફેનિલને બંદોબસ્ત સાથે શુક્રવારે ફાસ્ટ્રેક કોર્ટમાં હાજર કરાયો હતો. સરકારી વકીલ નયન સુખડવાલાï દ્વારા ૮૦ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતાં. આïજે થનારી સુનાવણીમાં ફેનિલ સામે થયેલા ગુનામાં ચાર્જ ફ્રેમ કરાશે. આ સુનાવણી ડે ટુ ડે રહેશે.