ઘોડદોડ રોડ ખાતે આવેલા ઍક જ્વેલરીના શોરૂમમાં ખરીદી કરવાના બહાને બે ઠગબાજા આવ્યા હતા અને બંને જણાઍ શોરૂમમાંથી રૂપિયા ૮.૨૭ લાખના દાગીના ખરીદ્યા બાદ તેના બદલામાં ગોલ્ડ પ્લેટિંગ કરેલા ૧૫ કોઈન અને રોકડા રૂપિયા ૩૦,૭૦૬ આપીને ગયા હતા, પરંતુ શોરૂમવાળાઍ ૧૫ સિક્કા ચેક કરતાં તે ચાંદીના નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. શોરૂમ સાથે છેતરપિંડી થયા હોવાનું ભાન થતા મેનેજરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
ભાવનગર જિલ્લાના વરલ ગામના વતની અને હાલ અડાજણ ટી.જી.બી સર્કલ પાસે આવેલુ વાસ્તુ શિલ્પ ઍપાર્ટમેન્ટમાં રહેતા તેજસભાઈ ગોવર્ધનભાઈ સોની ઘોડદોડ પર આવેલી તનિષ્ક શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ ૧૯-૧૨-૨૦૨૧ના રોજ સવારના સમયે અમદાવાદ બોપલ સ્થિતિ હરેક્રિષ્ના ઍપાર્ટમેન્ટમાં બિનીત સુરેશકુમાર સોની સહિત બે વ્યક્તિઓ ઘોડદોડ રોડની તનિષ્ક શોરૂમમાં આવ્યા હતાં અને પોતાનાં મિત્રોને ગિફ્ટ આપવી છે, તેમ કહી શોરૂમમાંથી ત્રણ સોનાના કડા, બે સોનાની બંગડી, બે સોનાની ચેઈન અને ઍક સોનાનું પેન્ડલ મળી કુલ રૂપિયા ૮.૨૭ લાખની મતાના દાગીના ખરીદ્યા હતા. ત્યારબાદ બંને જણાઍ અમદાવાદની તનિષ્ક શોરૂમની માર્કવાળા ૧૫ સોનાના ગોલ્ડ પ્લેટિંગ કરેલા સિક્કા અને રોકડા રૂપિયા ૩૦,૭૦૩ આપીને જતાં રહ્નાં અને ત્યારબાદ આ ૧૫ સિક્કાની ચકાસણી માટે તનિષ્ક શોરૂમે તામિલનાડુ ઓસુર ખાતે આવેલી પોતાની મુખ્ય બ્રાન્ચમાં મોકલી આપ્યા હતાં. ત્યાં ચકાસણી થતાં ૧૫ સિક્કા ચાંદીના હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ઘોડદોડ રોડ બ્રાન્ચને જાણ કરતા તેઓઍ સી.સી.ટી.વી.નાં ફુટેજા ચેક કયા* હતાં. તે વખતે બિનીત સોની સહિત બે જણાં શોરૂમમાંથી ખરીદી કરી આ સિક્કા આપી ગયા હતાં. આ અંગે શોરૂમ દ્વારા તેઓનો સંપર્ક કરતાં કોઈ ભાળ મળી ન હતી. પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ભાન થતા તેજસભાઈઍ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.