ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ચારુશિલાબેન પટેલની ઉપસ્થિતમાં મળી હતી. જેમાં નગરપાલિકાના વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ ૨૩ કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું હતું
ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા બારી બારીયા સમાજ હોલ ખાતે યોજાઇ હતી. આ સામાન્ય સભાની શરૂઆતમાં પ્રમુખ ચારુશિલા બેન પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. જયારે આ સભા મા ચીફ ઓફિસર જીગ્નેશભાઈ બારોટ ઍપાલિકાના વેરા અંગે જાણકારી આપી નગરજનો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કેટલીક માર્ગદર્શિકાઓ વિશે જણાવ્યું હતું . જોકે વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના સુરેશ યાદવે નારાજગી દર્શાવી ઍક વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો હોવા છતાં લોક પ્રતિનિધિ તરીકે ચૂંટાઇ આવેલા કોંગ્રેસના કોર્પોરેટરોની અવગણના થતી હોવાનો ઉભરો ઠાલવ્યો હતો. ચીફઓફિસરે કોંગ્રેસના કોર્પોરેટરોને હવેથી અન્યાય નહીં થાય તેની ખાતરી આપી હતી આ.સામાન્ય સભામાં રૂપિયા ૨.૪૭ કરોડના પુરાંતવાળુ બજેટ અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.