
યુક્રેન પર રશિયા દ્વારા હુમલો કરી દેવાતા ગુજરાત સહિત દેશના વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા છે. યુક્રેનમાં અભ્યાસ કરતી દમણના દુનેઠાની વિદ્યાર્થિની માનસી શર્મા ઍ ઍ વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદની માગ કરી છે.
યુક્રેન પર રશિયાઍ હુમલો કરતા ત્યાં રહીને અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા છે. સંઘપ્રદેશ દમણના દુલેઠાની માનસી શર્મા નામની વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાયેલી છે. માનસી શર્મા દ્વારા વીડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માગી છે. ત્યાંની સ્થિતિ વિકટ બની રહી હોય ત્યાંથી વતન પરત ફરવા માટે ભારત સરકાર કોઈ વ્યવસ્થા કરે તેવી માગ કરવામાં આવી છે. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાતા અહીં તેના વાલીઓ પણ પોતાના સંતાનોની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે.રશિયા ના હુમલા થી દરેક વિદ્યાર્થીમાં ડર બેસી ગયો છે. ભારત સરકાર તાત્કાલિક ઍકશન લઇને તમામ વિદ્યાર્થીઓને દેશ પરત લાવે ઍવી વ્યવસ્થા કરવી જોઇઍ. જોકે હાલમાં ઇન્ડિયન ઍમ્બેસીઍ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હોવાનુ છે.વિદ્યાર્થિની માનસી શર્મા ઍ યુક્રેનથી વીડિયોના માધ્યમથી જણાવ્યું હતુ