યુક્રેન પર રશિયાના હુમલાથી ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ સર્જાઈ છે. અહીં વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા ગયા છે. યુદ્ધની સ્થિતિમાં તેમની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને સલામત સ્થળે આશરો અપાય છે. કેટલીક જગ્યાઍ વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનમાં રાત ગુજારવી પડી છે.આ વિદ્યાર્થીઓમાં સુરત, અમદાવાદ,ભરૂચ, અંકલેશ્વર, કાલોલ વગેરેના વિધાર્થીઓ પણ છે.
આ વિશે વિધાર્થીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓઍ યુનિવર્સિટી ઍ ઍલર્ટ કર્યા બાદ રુમ છોડી દીધો અને કેમ્પસમાં બેઝ મેન્ટમાં આવી ગયા. તેમણે ઍક બેગમાં ઍક જોડી કપડાં, જરૂરી નાસ્તો, પાવર બેન્ક જ લીધા જ્યારે બાકી સમાન રૂમમાં છોડી દીધો. અત્યારે સૌથી મોટી સમસ્યા પાવરની છે કેમ કે તેમના વાલીઓ રડી રહયા છે. જેથી દર કલાકે વાલીઓને ફોન કરીને સલામત છે તેમ કરવા તેમને બેટરી બચાવી પડે છે. આ માટે તેઓ ફોન કરી ફ્લાઇટ મોડ પર મૂકી દે છે. પાવર પણ ઘડીઍ પડીઍ જતો રહે છે. બોમ્બના ધડાકા અને સાઇરનોનો અવાજ તેમને ડરાવી રહયો છે.વિધાર્થીઓઍ જણાવ્યું હતું કે, ૧૦ જણની બેચમાં તેમને જમવા લઈ જાય છે. ભોંયરામાં ખીચોખીચ રહવું પડે છે. ત્યાં સુવા ગાદલા છે પણ કોઈ સૂઈ નથી રહયું. નજીકનું ટોઇલેટ જ બધાઍ યુઝ કરવાનું છે જેથી કોઈ જોખમ ના રહે. કેટલાયના પાસપોર્ટ ટેમ્પરરી રેસિડન્ટ કાર્ડ (ટીઆરસી) માટે ઍમ્બેસિમા જમા છે. જેથી પાસપોર્ટ ક્યારે મળશે તેની બધાને ચિંતા છે. બધાને ઘરે ક્યારે પરત ફરવા મળશે તેની ચિંતા છે. હાલમાં યુનિવર્સિટીનો સ્ટાફ તેમને મદદ કરી રહયો છે પણ તમામ ભયથી ફફડી રહયા છે અને યુદ્ધ પૂરું થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહયા છે. ૨૪ ફેબ્રુઆરીઍ ફલેટ પર હતા અને અમારા મિત્રનો ફોન આવ્યો કે હોસ્ટેલ આવી જાવ. મને રાત્રે જાગવાની સૂચના અપાઇ હતી કારણ કે રાત્રે ઍટેક થાય છે. હોસ્ટેલની બહાર રાત્રે ટેન્કો પસાર થતી હતી જે ભયાનક વાતાવરણ હતું. હોસ્ટેલમાં બેગ તૈયાર રાખી છે. સાઇરન વાગે ઍટલે બંકરમાં જતા રહીઍ છીઍ.