પાંડેસરાના વડોદગામ અંબિકા નગર પાસે યુવતીની મસ્કરી બાબતે થયેલા ઝગડા માં ઍક યુવકની ચપ્પુનો ધા ઝીકી હત્યા કરવામાં આવી હતી
વડોદગામ વિસ્તારમાં રહેતાં ૨૦ વર્ષીય રોહિત રતિલાલ યાદવનો નજીકની સોસાયટીમાં રહેતાં શખ્સ સંકેત નામના યુવાનની બહેનની મશ્કરી કરી હોઇ સંકેત તેના ૧૬ વર્ષીય મિત્ર આદર્શ ઉર્ફે રાહુલ સિંગ તથા બીજાં ત્રણેક યુવાનો સાથે મળી રોહિત રતિલાસ યાદવ ઉપર તૂટી પડ્યો હતો.પોતાની ઉપર પાંચેક શખ્સોઍ કરેલાં હુમલાને લઇને રોહિતે પોતાની પાસે રહેલું ચપ્પુ સીધું જ આ સગીરની છાતીમાં હુલાવી દેતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. ઉતાવળે આ સગીરને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને દબોચી લીધો હોવાનું જણાવ્યું હતું.