ભાગાતળાવ પાણીની ભીત પાસે ઍમ.ઍસ.કલેકશનના નામની દુકાનમાં ઍસઓજીઍ બાતમીના આધારે રેડ પાડી દુકાન માલીકને ઈલેકટ્રીક સામાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ બાન્ડની ઈ-સિગારેડનો ૧.૨૪ લાખનો જથ્થો કબજે કર્યો હતો.
ઍસઓજીના ઍઍસઆઈ ઈમ્તિયાઝ ફકરૂમોહમદ અને કોન્સ્ટેબલ સિકંદર બિસ્મીલ્લાને ઍવી બાતમી મળી હતી કે અઠવા ભાગાતળાવ પાણીની ભીત પાસે ઍમ.ઍસ.કલેકશન નામની દુકાનમાં દુકાનદાર મોહમદ શાબીર અબ્દુલરઉપ ૨વાણી ઈલેકટ્રીક સામાન વેચવાની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરે છે. જે બાતમીને પીઆઈ આર.ઍસ.સુવેરા અને પીઍસઆઈ વી.સી.જાડેજાઍ વર્કઆઉટ કરી તેમના માર્ગદર્શન હેઠળ રેડ પાડી હતી જેમાં દુકાનમાંથી અલગ અલગ કંપનીની ઇ-સિગારેડ ચાર્જર કેબલ સાથે ૨૮૯ બોક્સ, અલગ અલગ ફ્લેવરની ૧૫ ઍમ.ઍલની બોટલ નંગ-૨૦૦ મળી આવી હતી જેની કિમંત રૂપિયા ૧.૨૪ લાખ અને મોબાઈલ નંગ-૨ મળી કુલ રૂપિયા ૧.૭૪ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઍસઓજીઍ મોહમદ શાબીર રવાણીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.