
કર્મચારીઓના હાજરી અને પગાર પત્રક નહીં રાખનાર શહેરની ૧૯ હીરા ફેક્ટરીને નોટીસ ફટકારાઈ છે.
શહેરની કેટલીક હીરા ફેક્ટરીઓ દ્વારા કર્મચારીઓને પીઍફ, બોનસ, સહિતના લાભો આપવામાં આવતા નથી તેવી ફરિયાદ ડાયમંડ વર્કર યુનિયને ૩ ડિસે.ઍ સંયુક્ત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયની કચેરીમાં કરી હતી. જેના આધારે રજિસ્ટારે તપાસ કરી હતી. જેમાં ૧૯ કંપનીના હાજરી અને પગાર પત્રક નિભાવવામાં આવ્યા ન હોવાનું જણાયું હતું. જેથી તેમને નોટીસ આપી કારખાના ધારા ૧૯૪૮ની કલમ ૬૨(૧) અને કારખાનાનો નિયમ ૧૯૬૩ નિયમ – ૩ અને ૪ ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરાશે.