સિંગણપોરમાં આગની ઘટના બાદ પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે. ઉધના વિસ્તારમાં ત્રણ સ્કૂલના ટેરેસ ઉપર ગેરકાયદે પતરાના શેડ ઉભા કરી માળ વધારો કરાતા ઉધના ઝોને આ સ્કૂલોના ટેરેસના ફલોર સીલ કરી દીધા છે.
ઉધનામાં ટી.પી સ્કીમ નં ૨, ફાઇનલ પ્લોટ નં ૧૦૦, કાશીનગર વાળી મિલકતમાં આવેલી લિટલ સ્ટાર હાઇસ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય સ્કૂલના સંચાલકોઍ ભોંયતળિયા તથા ત્રણ માળની મિલકત ઉપર પતરાના શેડનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જ્યારે ઉધના રામનગરમાં આવેલ રોયલ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકોઍ ભોંયતળીયા તથા બે માળની મિલકત પર પતરાના શેડનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું.આ અંગેની ફરિયાદ મળતાં ઉધના ઝોનની ટીમે ત્રણેય સ્કૂલની મિલકતોમાંથી વસવાટ ખાલી કરાવ્યો હતો. લિટલ સ્ટાર હાઇસ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ચોથો માળ અને રોયલ ઇંગ્લિશ સ્કૂલનો ત્રીજો માળ સીલ કરી દીધો હતો. જેને પગલે અન્ય સ્કૂલ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પાલિકાના અધિકારીઍ કહ્નાં કે, આ પ્રકારની કોઈપણ ફરિયાદ મળશે તો પાલિકાની ટીમ તત્કાળ સ્થળ પર સ્કૂલો સામે કાર્યવાહી કરશે.