ડીંડોલીના ફ્લાવર ગાર્ડનનો રાત્રે બંધ થવાનો સમય પૂરો થયા બાદ પણ લોકોની ભીડ નજરે પડતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સહેલાણીઓને પરત ઘરે જવાનું સમજાવવા ગઈ હતી, ત્યારે સહેલાણીઓઍ પોલીસની સી-ટીમ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. પોલીસે દંપતી સહિત ત્રણ વિરૂદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઍસઆઇ જે.ડી. પંડયા અને તેમની સી ટીમ ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન ડીંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી રાત્રે ૮.૩૦ વાગ્યે પસાર થઇ રહ્ના હતા. ગાર્ડનનો સમય પૂરો થઇ ગયો હતો અને ભીડ નજરે પડતા કોઇ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસે ગાર્ડનમાં જઇ ફરવા આવનાર લોકોને બહાર જવા માટે કહ્નાં હતું. પરંતુ ગાર્ડનમાં ફરવા આવનાર પૈકી ગોડાદરા, આસ્તિક નગર-૫ માં રહેતા ૬૦ વર્ષીય ચતુર લવજી ધામેચા અને તેમની પત્ની ૫૭ વર્ષીય ચંપાબેન ચતુર ધામેચાઍ અમે ટિકીટ લઇને આવ્યા છે, અમોને શું કામ બહાર કાઢો છો ઍમ કહી માથાકૂટ કરી હતી.પોલીસે ગાર્ડનનો સમય પૂરો થઇ ગયો છે ઍમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધામેચા દંપતીઍ ગાળાગાળી કરી હતી. પીઍસઆઇ પંડયા અને તેમની ટીમે પોતે ડીંડોલી પોલીસનો સ્ટાફ હોવાનું જણાવવા છતા ધામેચા દંપતી અને અન્ય ઍક સહેલાણી માંગરોળ તાલુકાના કુવારદાગામમાં રહેતી ૨૬ વર્ષીય સુનિતા સંજય લાલાણીઍ પોલીસ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેને પગલે તુરંત જ સી ટીમ દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ ડિંડોલી પોલીસની ઍક ટીમ ત્યાં આવી પહોચી હતી અને દંપતી સહિત ત્રણેય જણાંની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતાં, ત્યાં તેમના વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાવ્યો હતો.