
ક્રાઇમબ્રાંચના પોલીસ કર્મિયોને મળેલી બાતમીના આધારે સલાબતપુરા,ડી.કે.ઍમ.હોસ્પીટલની સામે રહેતા વસીમ ઉર્ફે કેલીસ કરીમભાઇ શેખને લોડેડ પીસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેકટર તેમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે વખતે તમને મળેલી બાતમીના આધારે સલાબતપુરા,ડી.કે.ઍમ.હોસ્પીટલની સામે હરીજનવાસમાં રહેતા વસીમ ઉર્ફે કેલીસ કરીમભાઇ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજા માંથી ઍક લોડેડ પિસ્ટલ કબ્જે કરી હતી. પોલીસે પિસ્ટલ અને કાર્ટીઝ મળી કુલ્લે રૂપિયા ૨૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.