ઉધનામાં મદ્રાસી કંપાઉન્ડમાં અચાનક ગેસ પાઇપ લાઈનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળતા અફરા તફરી નો માહોલ જોવા મળ્યો હતો. જોકે વિવિગ લુમ્સ ના કારખાનેદારની જાગૃતતાને લઈ ફાયરના જવાનોઍ ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. કોલ બાદ દોડી આવેલી ગુજરાત ગેસ કંપનીના ટેક્નિકલ અધિકારીઓઍ પાઇપ લાઈનમાં કોક મારી ગેસ સપ્લાય બંધ કર્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઉધના રોકડીયા હનુમાન નજીકના મદ્રાસી કંપાઉન્ડમાં ગેસ લીકેજને લઈ આગ ફાટી નીકળી હતી. તાત્કાલિક માન દરવાજા ફાયર સ્ટેશનના અધિકારીઓ પોતાની ટીમ સાથે દોડી ગયા હતા. અને આગને કાબૂમાં લીધી હતી. ફાયરની ટીમ બાદ ગેસ કંપનીના માણસો પણ દોડી આવ્યા છે અને સપ્લાય બંધ કરી કોક માર્યા બાદ ચાલી ગયા હતા. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.વિવિગ લુમ્સ ના કારખાનેદાર કિશોરભાઈ મદ્રાસી ઍ જણાવ્યું હતું કે ઘટના મારા કંપાઉન્ડમાં જ બની હતી. તાત્કાલિક જીસીબીથી માટી નખાવી સમયસર ફાયરને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. કોઈ મોટું નુકશાન અને જાનહાનિ નોંધાય નથી. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.