કામરેજ પોલીસે ગત ૨૫ ફેબ્રુઆરીઍ આરોપી રઇશ ઉર્ફે બુટવાલા અબ્દુલ રાજ ને ઓટો રિક્ષામાં ૩.૩૫ લાખની કિમતના ૩૩.૫૩૦ કિગ્રા ગાંજાની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં આ ગાંજો માલેગાંવ ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી મંગાવ્યો હતો. આ ગાંજો ગોરા – પિલ્લા નામની વ્યક્તિને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ આરોપીને પકડવા ઍસઓજીની ટીમ કામે લાગી હતી.
દરમિયાન બાતમીના આધારે ગાંજાનો જથ્થો મંગાવનાર ગોરા – પિલ્લા નામના વ્યક્તિને ચોરીની ઍક્ટિવા મોપેડ સાથે કતારગામ ગજેરા સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો. આરોપીનું નામ પુછતા રાજા ઉર્ફે ગોરા – પિલ્લા બંસીધર બીશોઇ હોવાનું જણાવ્યું હતું. આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે ચોરી છુપીથી કતારગામ અશ્વીની કુમાર રેલ્વે પટરી ઉપર ગાંજો વેચતો હતો. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી રઇશ ઉર્ફે બુટવાલા અબ્દુલ રાજવાળા પાસેથી ગાંજો મંગાવ્યો હતો. પરંતુ કામરેજ પોલીસે પકડી પાડ્યો હતો. પોતે વોન્ટેડ હોવાથી સુરતથી ભાગવાની ફિરાકમાં હતો. પોલીસ તેને પકડી ન શકે તે માટે ઍક્ટીવાનો નંબર કાઢી લીધો હતો. અને તેના લાલ કલરની જગ્યાઍ ગ્રે કલર કરી નાખ્યો હતો. આ ઍક્ટીવા લાલગેટ પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી થઈ હતી.