
પાંડેસરામાં નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો, કોબ્રા અને રોલર બીયર પેપર વેચનારા ૨ ને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ આ પેપર્સ પંજાબના લુધિયાણાથી મંગાવતા હતા.
પાંડેસરા પોલીસના ડી સ્ટાફે લલન યાદવ અને ગોવર્ધન નાયકને પકડી પાડ્યા હતા.ગોવર્ધન પંજાબના લુધિયાણાથી આ પેપર્સ મંગાવતો હતો અને પોતે અને લલનને વેચવા માટે આપતો હતો. કોઈને શંકા ન જાય તે માટે ગોગો પેપર્સ, કોબ્રા પેપર્સ અને રોલર બીયર પેપર્સમાં સ્ટીક બનાવી તેમાં ગાંજો નાંખી નશાખોરો સિગારેટની જેમ નશો કરતા હતા. નશાખોરો ઍક કોબ્રા અને ગોગો પેપર્સના ૨૦ રૂપિયા અને ઍક રોલર બિયરના ૧૦ રૂપિયામાં વેચાણ કરતા હતા. પોલીસે ૯ બોક્ષ કોબ્રા પેપર્સના, રોલર બિયરના ૧ બોક્ષ મળી ૮૪૦૦નો મુદામાલ કબજે કર્યો છે.