
પુણા કુંભારીયા રોડ પર આવેલ અવધ ટેક્સટાઈલ માર્કેટની ઍક દુકાનમાં ચોરી થતાં વેપારીઓ અને મેનેજમેન્ટ સામસામે આવી ગયા હતા. વેપારીઓઍ દુકાનો બંધ કરીને ધરણા કર્યા હતાં મોટી સંખ્યામાં ટોળા ઍકત્ર થતા પોલીસ દોડીઆવી હતી.
વેપારીઓનો રોષ હતો કે માર્કેટમાં ૧૮૦૦ જેટલી દુકાનો આવેલી છે ગત સપ્તાહમાં પણ ઍક ચોરી થઈ હતી અને ગઇકાલે પણ ઍક દુકાનમાંથી ૨.૨૧ લાખ ચોરી થતાં સિક્યુરિટીની કે કોઈપણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવતી નથી. વેપારીઓના જણાવ્યા મુજબ દરેક વેપારી પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ સિક્યુરિટી વગેરે પેટે રૂપિયા ૨૦,૦૦૦ લેવામાં આવે છે પરંતુ તેની સામે તે રીતની સર્વીસ આપવામાં આવતી નથી કેટલીક જગ્યાઓઍ કેમેરા મુકેલા છે તો સોસાયટી દ્વારા પેસેજમાં કે પાછળના ભાગે કોઈ જગ્યાઍ કેમેરા નહીં મુકેલા હોવાના કારણે તસ્કર પાછળની બારીઓ તોડીને ઘૂસી જાય છે .વેપારીઓના જણાવ્યા મુજબ મેનેજમેન્ટ જે રીતે કહેછે તે રીતે અમે બધો ખર્ચ કરવા તૈયાર છીઍ પરંતુ અમારી કોઈપણ જાતની સુરક્ષા જોવામાં આવતી નથી વેપારી શિવ સારસ્વતે જણાવ્યું હતું કે ૯ : ૦૦ વાગ્યા પહેલા માર્કેટનો દરવાજો ખુલતો નથી અમારે દરવાજાની બહાર ઊભુ રહેવું પડે છે.પછી રાત્રિના સમયે ચોર કેવી રીતે અંદર ઘૂસી શક્યા.અવધ ટેક્સટાઈલ માર્કેટના મેનેજર બીપીન મહેતાઍ કહયું કે, બેક સાઇડમાં કેમેરા મુકવાની ખોટી ડિમાન્ડ છે કોઈ પણ માર્કેટમાં પાછળના ભાગે કેમેરા હોતા નથી. આ પ્રથમ વખત બનાવ બન્યો છે અત્યાર સુધી વેપારીને કોઈપણ જાતની પરમિશન જોતી હોય તો અમે આપીઍ છીઍ નાઈટની અથવા વહેલુ આવું હોય તો પણ સપોર્ટ કરીઍ છે.