તમારા પર નરેન્દ્ર મોદીનો ફોન આવે કે ગુજરાતના નેતાઓનો ફોન આવે અને ધારાસભ્ય કે કોઇ ટિકિટ કે પછી અન્ય કોઇ લાલચ આપે તો ના પાડી દેજો. ગોથાણ-હજીરા નવી બ્રોડગેજ રેલવે લાઇનના વિરોધમાં આજે યોજાયેલી ખેડુત સમાજની બેઠકમાં શનિવારથી ઓટલા બેઠક અને ૧૧ મી માર્ચે મહારેલીની જાહેરાત કરીને લડતના શ્રીગણેશ કર્યા છે.
ગોથાણ થી હજીરા વચ્ચે ન્યુ બ્રોડગેજ રેલવે લાઇન માટે ૧૪ ગામોની ૮૫ હેકટર થી વધુ જમીન સંપાદન કરવાની શરૃ થયેલી કાર્યવાહીને લઇને ખેડુતોમાં ભારે વિરોધ છે. આગામી શનિવાર થી ૧૪ ગામોમાં તબક્કાવાર જઇને ઓટલા બેઠક કરવાનુ નક્કી કરાયુ હતુ. આગામી ૧૧ મી માર્ચે અલગ અલગ બે જગ્યા વરીયાવથી ભેંસાણ અને જુનાગામ થી ઇચ્છાપોર રેલી કાઢીને તમામ જિલ્લા કલેકટર કચેરી જઇ વાધાઓ રજૂ કરાશે અને જમીન નહી આપવાના નિર્ણયની જાણ કરાશે.હાલમાં કૃભકો કંપનીની રેલવે લાઇન છે, તે રેલવે લાઇનના પાટા પર જ અદાણી, ઍઍમઍનઍસ કે પછી અન્ય કંપનીઓ માટે ગુડઝ ટ્રેન દોડાવો. બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની મહામુલી જમીન અપાશે નહી. હજીરાના મહાકાય ઉદ્યોગોને રેલવે આપવા માટે જમીન કોડીના ભાવે લઇ લેવા માંગે છે. સરકારે ઉદ્યોગોને ફાયદો કરાવવો છે તો ઉદ્યોગો પાસેથી રૃપિયા લઇને હાલ હયાત રેલવે લાઇનનો ઉપયોગ કરે તો ખેડૂતોને નુક્સાન થશે નહી. તેમણે કહ્નાં કે, આ લડત દરમ્યાન તમારા પર નરેન્દ્ર મોદી કે પછી ગુજરાતના કોઇ નેતાનો ફોન આવે તો પણ ના પાડી દેજો. તમને કોઇ પદની લાલચ આપે તો પણ ચોખ્ખી ના પાડશો તો જ જીત થશે.બેઠકમાં ખેડુતો દ્વારા નક્કી કરાયુ હતુ કે મહારેલી કાઢીને આપણે જિલ્લા કલેકટરને વાંધાઓ આપવા જઇશુ. આથી વાંધાઓ આપવા હોય તો કોઇ પણ પરમીશનની જરૃર નથી. જો પોલીસ દ્વારા ખેડુતો પર કાર્યવાહી કરાશે તો ખેડુતો જેલભરો આંદોલન કરતા પણ ખચકાશે નહીં.હાલ તો સામાજીક અસર શુ થશે તેને લઇને જાહેરનામું બહાર પાડયુ છે. પરંતુ આગામી દિવસોમાં જાહેરનામુ બહાર પાડતા પહેલા ખેતરોમાં જઇને સર્વે કરાશે. સર્વે કર્યા પછી જ જમીન સંપાદન કરવામાં આવશે. જો ખેડુતો સર્વે કે માપણી જ નહીં કરવા દેશે તો કલમ-૧૧ હેઠળનું જે જાહેરનામુ બહાર પડશે તો તે માન્ય ગણાશે નહીં. આથી જમીનની માપણી કરવા કોઇને ખેતરમાં ઘૂસવા નહી દેવા બેઠકમાં ઠરાવાયું હતું.