
જુની પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની માંગ સાથે પાલિકાના ૯ યુનિયનના નેતા મેયર અને કમિશનરને આવેદન આપવા આવ્યા હતા. જો કે પાલિકાના કામદાર કર્મચારીઓ રજૂઆત કરવા ગયા ત્યારે ચીફ સિક્યોરીટી ઓફિસરે કામદાર આગેવાનો સાથે ધક્કા મુક્કી કરતા યુનિયનના નેતાઓ અને કામદાર કર્મચારીઓઍ વિરોધ કર્યો હતો. મામલો ઉગ્ર થતાં ચીફ સિક્યોરીટી ઓફિસર નાયકે અંતે માફી માંગતા થાળે પડ્યો હતો.
આ બાબતે ચીફ સિક્યોરીટી ઓફિસર જાગરત નાયકે કહયું કે, કમિશનર સાહેબ મીટિંગમાં હોવાથી મોરચો લઇને આવેલા યુનિયનનાં આગેવાનોની રજુઆત સાંભળી તેઓને બહાર જવા હું સમજાવી રહ્ના હતો ત્યારે કોઈને ધક્કો માર્યો નથી. તેમ છતાં તેઓઍ ભારે વિરોધ કરતા અને કમિશનરની મીટિંગ પણ ચાલતી હોવાથી મે માફી માંગી હતી. યુનિયનની માંગ છે કે, રાજ્યમાં જુની પેન્શન યોજના ચાલુ હતી. પરંતુ ૧ ઍપ્રિલ ૨૦૦૫થી તે બંધ કરી નવી પેન્શન યોજના ચાલુ કરતા ૧ ઍપ્રિલ ૨૦૦૫ પછી નોકરીમાં જોડાયેલા કર્મીઓને નુકસાન થઇ રહયું છે. જેથી જુની પેન્શન યોજનાની માંગ કરી રહયા છે.