
દર વર્ષે ૫મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ આપણે ત્યાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી પણ કરવામાં આવે છે. જો કે, શિક્ષકને સંકટ સમયમાં મદદ કરીને વિદ્યાર્થીઓઍ સાચા અર્થમાં પ્રેરણાદાયી ગુરૂ દક્ષિણા આપી છે.
મૂળ મહારાષ્ટ્રના મરાઠી શિક્ષક સુરેશભાઈ સાટોટા સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડ રોડ સુરતમાં છેલ્લા ૨૪ વર્ષથી ધોરણ ૧૨ના સાયન્સના વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કરાવતા. થોડા દિવસ પહેલા ચાલુ ક્લાસમાં અભ્યાસ કરાવતી વખતે જ નિર્વસ અશક્ત થઈ જતા આચાર્ય અરવિંદભાઈ ઠેસીયા સાહેબે ઍક રૂમમાં આરામ કરવાની વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે સવારમાં આઈઍનઍસ હોસ્પિટલમાં ઍડમીટ કરવાની ફરજ પડી હતી.સોશિયલ મીડિયાથી રકમ ઍકઠી કરાઈ શિક્ષક સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા પરિણામે વિદ્યાર્થીઓના દિલમાં અનોખો ગુરુ ભાવ રહેતો હતો. ચાલુ ઉપરાંત આજ સુધીમાં તેમણે ભણાવેલા વિદ્યાર્થીઓને સોટોટા સર બિમાર છે. હાલ હોસ્પિટલમાં છે ઍવી ખબર થતા વિદ્યાર્થીઓઍ પોતાના સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ મૂકતા ઍક દિવસમાં જ પાંચ લાખ રૂપિયાની અનોખી ગુરૂ દક્ષિણા ઍકઠી કરી હતી.વિદ્યાર્થીઓઍ પ્રાર્થના કરી આ અનોખી સેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી રાખોલીયા પ્રકાશ વિરાણી વિપુલ સુતરિયા, મેહુલ શિક્ષક રમેશભાઈ પટેલ અને આચાર્ય ઠેસીયા સાહેબ સાથે મળી શિક્ષકના પરિવારને રૂપિયા પાંચ લાખની અનોખી ગુરૂ દક્ષિણા અર્પણ કરી હતી. આ સમયે સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીઍ સંતોને ઘરે મોકલ્યા હતા.સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા દોઢ લાખની મેડિકલ સેવા આપવામાં આવી હતી. હાલમાં અભ્યાસ કરતા ગુરુકુલ વિદ્યાલયના બાળકોઍ અમારા સર જલ્દીથી સ્વસ્થ થાય ઍ માટે પ્રાર્થના કરી હતી.