પાલ ગૌરવપથ રોડ મોનાર્ક કોમ્પ્લેક્સમાં ક્રાઈઝર વર્લ્ડ નામની ઓફિસ ખોલી લોભામણી જાહેરાતો થકી રૂ. ૨૪૦૦માં મેમ્બર બની બે વરસમાં રૂ. ૧.૧૨ લાખથી વધુ કમાવી લેવાની લાલચ આપી કંપનીઍ લાખો રૂપિયામાં ઉઠમણું કર્યા હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાંચમાં નોધાઈ છે. લોભમાં લોકોઍ કંપનીમાં રોકાણ કરતા તેમને પસ્તાવાનો વારો આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરીના ભગવતી વાટિકા ગામમાં રહેતો હેમેશભાઈ ભોગીલાલ પંચાલ હાલોલ ખાતે આવેલી રીલાયન્સ કંપનીમાં ઍક્ઝિક્યુટિવ મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૦૨૦માં હેમેશે ફેસબુક ઉપર ઍક જાહેરાત જાઈ હતી, જેમાં ક્રાઈઝર ડોટ નેટવર્ક નામની કંપની દ્વારા જાહેરાતમાં રૂ. ૨૪૦૦ ભરી મેમ્બર બનવાની ઓફર આપવામાં આવી હતી. અને બે વરસમાં રૂ. ૧.૧૨ લાખથી વધુ કમાવી લેવાની સ્કીમ મૂકવામાં આવી હતી. આ જાઈને લાલચમાં આવેલા હેમેશે ફેસબુક ઉપર આપેલા નંબર પર સંપકર્ કર્યો હતો. ત્યારે હેમેશને જવાબ મળ્યું હતું કે,યુટ્યુબ ઉપર મહેશ ગુસાઈનો વીડિયો જાઈ લેવો. ત્યારબાદ હેમેશે વીડિયો જાતા રોકાણની વિવિધ સ્કીમો સમજાવવામાં આવી હતી. ત્યારબાદ હેમેશના ગામમાં રહેતા પિતાના મિત્ર પિયુષભાઈ શેઠ આવ્યા હતાં અને તેમણે પણ આ સ્કીમમાં રોકાણ કર્યા હોવાનું જણાવ્યું હતું અને કાનપુરના સૌરભ મારફતે આ કંપનીના સભ્ય બન્યા હોવાનું પણ જણાવ્યું હતું.જેથી હેમેશે સૌરભને ફોન કરી તમામ ઇન્ક્વાયરી મેળવી હતી, ત્યારે સુરતમાં રહેતો મોહિત પટેલ નામનો વ્યક્તિ વધુ વિગત આપશે, જેથી હેમેશે તેનો ફોન નંબર લઈ તેમણે મોહિતને ફોન કર્યો હતો. ત્યારે મોહિતે તમારે ક્રાઈઝર વર્લ્ડ કંપનીનાં સભ્ય થવું હોય તો કંપની તરફથી આઈડી ફાળવેલ હોય તે કોઈ ચાલુ સભ્યને ૩૦ યુરો લેખે ૨૪૦૦ રૂપિયા આપો ઍટલે તે ચાલુ સભ્ય આ રૂપિયા ૨૪૦૦ લઈને કંપનીના પ્રતિનિધિને મોકલી આપશે અને બદલામાં કંપની ચાલુ સભ્યને ડિજીટલ ૧૫ યુરો તેના આઈ.ડી. ખાતામાં ઓનલાઈન પરત આપશે અને ચાલુ સભ્યના આઈ.ડી. નીચે નવા સભ્યનો આઈ.ડી. નંબર આપવામાં આવશે. આ નવો આઈ.ડી. નંબર નવા સભ્યનો ગણાશે, જે નંબર નવા સભ્યના મોબાઈલમાં દેખાશે.આમ, વિવિધ લોભામણી સ્કીમો જાણ્યા બાદ હેમેશ લાલચમાં આવી ગયો હતો અને તેણે કંપનીમાં રૂ. ૫ લાખ અને અન્ય મિત્ર પિયુષભાઈઍ પણ છ લાખ મળી કુલ રૂ. ૧૧ લાખ કંપનીમાં ભર્યા હતાં. આમ, બે વરસ કંપનીમાં રોકાણ કર્યા બાદ પાકતી મુદતે રૂપિયા લેવાનો વારો આવ્યો ત્યારે હેમેશે ફોન કર્યો હતો પણ તેને કોઈ જવાબ મળ્યો ન હતો, જેથી હેમેશ પાલ ગૌરવપથ રોડ, મોનાર્ક કોમ્પ્લેક્સમાં આવેલી ક્રાઈઝર વર્લ્ડ ઓફિસમાં ગયો હતો. ત્યાં જવાબ મળ્યું કે કતારગામના કેવિન જનકભાઈ બ્રહ્મભટ્ટ અને અડાજણમાં રહેતો મહેશ દયાલ ગુસાઈનો સંપર્ક કરો, પરંતુ આ તમામે ફોન ઉપાડ્યા ન હતાં. પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાનું ભાન થતાં હેમેશે છેવટે ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈઝર વર્લ્ડ નામે ઓફિસ ચાલુ કરી આ તમામ ઠગબાજાઍ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું જાણવા મળ્યું છે. જાકે, પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવશે.