સુરતના સરથાણા વિસ્તારમાં ૧૦ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ગુજારવાની ચકચારિત ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન તેનો પિતા જ આરોપી નીકળતાં લોકો ફિટકાર વરસાવી રહ્નાં છે.
સરથાણા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની ૧૦ વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ ગુજારવાની બનેલી ઘટનામાં તેની માતા બાળકીને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવી હતી અને પોલીસ દ્વારા આ પ્રકરણમાં સીસીટીવી ફુટેજ સહિતની ગતિવિધિઓ હાથ ધરી હતી. જાકે, આ પ્રકરણમાં કોઈ ચોક્કસ કડી મળી ન હતી, પરંતુ સીસીટીવી ફુટેજમાં તેના પિતાની જ હાજરી હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછમાં પિતાઍ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.