આજથી ચારેક વર્ષ પહેલાં પાંડેસરા વિસ્તારમાં ૧૧ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરી હત્યા કરવા તથા તેની માતાને પણ માર મારી હત્યા કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને પોક્સો કેસોની ખાસ અદાલતના ઍડીશલ સેશન્સ જજ ઍ.ઍચ. ધમાણીઍ દોષી ઠેરવી સજાનો ચુકાદો મુલત્વી રાખી તા. ૭મી માર્ચે સુનાવણી કરાશે.
આજથી ચારેક વર્ષ પહેલાં તા.૬-૪-૧૮ના રોજ પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન સ્થિત બાવળની ઝાડીમાં ૧૧ વર્ષની અજાણી બાળાનું ગળું દબાવી હત્યા કરેલી લાશ મળી હતી. તેની પર અમાનુષી કૃત્ય આચરી જાતીય હુમલો પણ કરાયેલો હતો. પાંડેસરા પોલીસે પોક્સો ઍક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. દરમિયાન તે જ દિવસે પાંડેસરા પોલીસની હદમાં સચિન મગદલ્લા હાઇવે રોડ પર અજાણી મહિલાની ગળે દુપટ્ટાથી ફાંસો આપી હત્યા કરેલી લાશ મળી હતી. પોલીસે તા.૯-૪-૧૮ના રોજ હત્યા, પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો હતો. તપાસ સુરત ક્રાઇમ બ્રાંચને સોંપાતા બંને લાશના ડીઍનઍ ટેસ્ટ કરાતા તે માતા-પુત્રી હોવાનું સ્પષ્ટ થયું હતું.જેથી સુરત તથા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બનાવની જગ્યાની આજુબાજુના સીસી કેમેરા ફુટેજ ચકાસાતા બાળકીની લાશ કાળા કલરની સ્પાર્ક ગાડીમાં લાવીને કોઈ નાખી જતું હોય તેવું માલુમ પડયુ હતુ. તપાસ બાદ આ ગુનામાં આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર તથા હરીઓમ હીરાલાલ ગુર્જરની સંડોવણી બહાર આવતા ધરપકડ કરાઇ હતી.આરોપી હર્ષ સહાર ગુર્જરે ભોગ બનનાર રાજસ્થાની માતા-પુત્રીને રાજસ્થાની કામરેજમાં બંધાતા માનસરોવર રેસીડેન્સીના બિલ્ડીંગ નં.૧૭ના ઍક ખાલી ફ્લેટમાં રાખી હતી. આરોપી હર્ષ સહાયે બનાવના દિવસે વેગનાર ગાડી લઈને ફ્લેટમાં જઈને મૃત્તક મહીલાને ખુબ માર માર્યો હતો. જેથી પોતાની માતાને બચાવવા સગીર પુત્રીઍ સ્થાનિક રહીશોના ફ્લેટમાં જઈને મેરી મા કો બચા લો તેવું જણાવ્યું હતુ. જેથી બાગમાં બેઠેલા સ્થાનિક રહીશોઍ ફ્લેટમાં જતા આરોપી બંને મા-દીકરીને વેગનઆાર ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. જ્યાં રસ્તામાં મૃતક મહીલાને માર મારી ગળે ફાંસો આપીને તેની દીકરીની હાજરીમાં જ હત્યા કરી લાશ સચીન મગદલ્લા રોડ પર નાખી દીધી હતી. જ્યારે બાળકીને પોતાના રૃમ પર લઈ જઈ ૧૦ દિવસ બાદ બાળકી પર જાતીય હુમલો કરીને ૭૮ જેટલી ઈજા પહોંચાડીને તેની હત્યા કરી લાશને ભેસ્તાનની ઝાડીમાં નાખી દીધી હતી..બાળા પર હુમલો અને હત્યા તેમજ તેની માતાની હત્યાના ગુનામાં બંને આરોપીઓ વિરુધ્ધના કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખાસ સરકારી વકીલ પરમારે કુલ ૪૩ સાક્ષીઓ તપાસીને ૧૨૦ જેટલા દસ્તાવેજો રજુ કરાયા હતા. તેના આધારે કોર્ટે આરોપીઓેને દોષી જાહેર કર્યો હતો. ત્યારબાદ શનિવારે આરોપીને સજાïનો ચુકાદો કોર્ટ દ્વારા મુલતવી રાખી તા. ૭મી માર્ચના રોજ ચુકાદો જાહેર કરાશે, તેવું જાણવા મળ્યું છે.