સલાબતપુરા ટેક્સટાઈલ માર્કેટમાં જમીનની લીઝ મુદ્દે ભાજપ પાર્ટીના નામે રૂપિયા માંગવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વહેતો થવાના પ્રકરણમાં શહેર ભાજપ પ્રમુખે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાઍ દિનેશ મીઠાલાલ રાઠોડ વિરુદ્ધ છેતરપિંડી અને ભાજપ પાર્ટીને બદનામ કરવાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજમાં લખ્યું હતું કે, સુરત ટેક્સટાઈલ માર્કેટ કે સભી સદસ્યોનો વિનમ્ર નિવેદન હે કી માર્કેટ કી લીઝ કી રાશિ ૫ લાખ ભરની હે ઉસમે સે ૪ લાખકા ચેક માર્કેટ કાં નામ કાં ઍવમ ૧ લાખ કા ચેક ભારતીય જનતા પાર્ટીકે નામ કા દેના હે આવો મેસેજ ફરતો થતા પોલીસે દિનેશની અટકાયત કરી છે.દિનેશ રાઠોડ કાપડ વેપારી છે. સુરત ટેક્સટાઈલ માર્કેટ કો.ઓ. શોપ્સ ઍન્ડ વેર હાઉસ સોસાયટી લિ.નો સભ્ય છે. આરોપી દિનેશને ભારતીય જનતા પાર્ટીઍ કોઈ સૂચના આપી ન હોવા છતાં તે મનસ્વી રીતે પાર્ટીને બદનામ કરવા તેના નામોની લીઝના મુદ્દતમાં વધારો કરી આપવાના નામે વેપારીઓ પાસે રૂપિયા મેળવી છેતરપિંડી કરવાનો ઇરાદો છે. પાર્ટીની છબી ખરડાવી છે.