
ગુજરાત સરકાર દ્વારા હાલમાં કરોડોનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ આંગણવાડીની બહેનોના પગાર ભથ્થા માટે કોઈ જાગવાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે આંગણવાડીની બહેનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને લઈને સુરત શહેરમાં લિંબાયત વોર્ડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનોઍ ઍકત્ર થઈ બજેટનાં પુતળા બાળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જાકે, પોલીસે મહિલાઓને અટકાવી હતી.ï
સરકાર દ્વારા બજેટમાં આંગણવાડીની બહેનો માટે પગાર વધારવા અંગે કોઈ જાગવાઈ કરવામાં આવી ન હતી. જેને લઈને સુરત શહેરમાં આંગણવાડીમાં નોકરી કરતી બહેનોમાં રોષ દેખાઈ રહ્ના છે. નારી દિવસને લઈ મહિલાઓનું સન્માન કરવાની વાત કરી રહ્ના છે, ત્યારે આંગણવાડીની બહેનોનું શોષણ કરવામાં આવી રહ્ના હોવાના આક્ષેપ સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંસ્થા દ્વારા શનિવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે લિંબાયત વોર્ડ ઓફિસ પાસે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો બેનરો સાથે રેલીનાં ભાગરૂપે નીકળી હતી અને સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારબાદ બજેટનાં પૂતળાં બાળવાનું કાર્યક્રમ હાથ ધરતાં જ પોલીસ દોડી આવી હતી. પોલીસે મહિલાનાં હાથમાંથી બજેટનાં પૂતળા લઈ લીધાં હતાં. તેમ છતાં મહિલાઓઍ પોતાની માંગણી માટે સૂત્રોચ્ચાર કર્યા હતાં અને માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં વિરોધનાં કાર્યક્રમો હાથ ધરાશે. પોલીસે વિરોધ કરનારી મહિલાઓની અટકાયત પણ કરી છે.