
સિટીલાઇટ વિસ્તારમાં આવેલી બેક ઓફ બરોડા પાસે ઍક બાઈક પાર્ક કરવામાં આવી હતી, પરંતુ બાઈકમાં અચાનક જ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાતજાતામાં આગના શોલા ઊંચે સુધી દેખાયા હતાં.
જેને લઈ વાહનચાલકો સળગતી બાઈકને જાવા માટે ઊભા રહી ગયા હતાં. તત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.