
ખટોદરા યુનિક હોસ્પિટલ કેનાલ રોડ ઉપર ઍરટેલનાં ડિસ્ટ્રીબ્યુટરને ચાલુ બાઈકે ફેકી રૂ. ૧૮ લાખની રોકડની લૂંટના પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચે ગણતરીનાં દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલી કાઢી બે આરોપીઓને ભટાર ઓવરબ્રિજ જાગર્સ પાર્ક પાસેથી ઝડપી પાડી પાંજરે પૂર્યા છે. પોલીસે બાઈક અને રોકડા રૂ. ૬.૫૭ લાખ અને બે મોબાઈલફોન મળી કુલ રૂ. ૭.૧૩ લાખની મત્તા કબજે કરી છે. માથે દેવું વધી જતાં લૂંટ કરનાર પૈકી મુખ્ય આરોપીઍ પોતાના ડિસ્ટ્રીબ્યુટરને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ બાદ મુખ્ય આરોપીઍ પોતાનું દેવું ચૂકવી દીધું હતું.
વેસુમાં રત્નદિપ ઍપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષીય નૈનેશભાઈ સાદડીવાલા સોસિયો સર્કલ પાસે તેમની ઓફિસ છે અને તેઓ ઍરટેલના ડિસ્ટ્રીબ્યુટર છે. તે પૂરા દિવસનું કલેક્શન ઓફિસ પરથી લાવતા હતાં. ત્યારબાદ બેકમાં જમા કરાવતા હતાં. તા. ૧૫મી માર્ચના રોજ પણ બપોરના સમયે નૈનેશભાઈ રૂ. ૧૮ લાખ બેકમાં જમા કરાવવા માટે પોતાની બાઈક પર નીકળ્યા હતાં. તે દરમિયાન સોસિયો સર્કલ પાસે યુનીક હોસ્પિટલ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્ના હતાં, ત્યારે તેમની પાછળ પૂરઝડપે બે લુંટારૂઓ ત્રાટક્યાં હતાં. નૈનેશભાઈને ચાલુ બાઈકે ફેકી તેમના ખભા પરથી રોકડા રૂ. ૧૮ લાખ ભરેલી બેગ લૂંટીને બંને લુંટારૂઓ ભાગી ગયા હતાં. જાકે, સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાઈક પરથી પટકાતા નૈનેશભાઈને ઇજા પણ પહોચી હતી. આ બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ પણ ગુનો ઉકેલવા માટે કામે લાગી હતી. ક્રાઇમ બ્રાંચે અલગ-અલગ ટીમો બનાવી વર્કઆઉટ શરૂ કયુ* હતું. તે દરમિયાન ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે ભટાર ઓવરબ્રિજ ઉતરતા જાગર્સ પાર્ક તરફ જવાના રોડ ઉપર આ લૂંટના બે આરોપીઓ પોતાના જીજે-૫, આરબી-૮૮૯૬ નંબરની બાઈક ઉપર ફરી રહ્નાં છે. પોલીસે વોચ ગોઠવી બાઈક સાથે ભટાર ઉમાભવન રોડ રૂપાલી કો-ઓપરેટિવ સોસાયટીમાં રહેતા દુષ્યાંત રજનીકાંત પાઠક અને ખટોદરા કાપડીયા હેલ્થ ક્લબની પાછળ જનતાનગરમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે વિપુલ રમેશ યાદવ નામનાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પાસેથી બાઈક, રોકડા રૂ. ૬.૫૭ લાખ અને બે મોબાઈલ મળી કુલ રૂ. ૭.૧૩ લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે પૂછપરછ કરતાં દુષ્યંત પાઠકે જણાવ્યું હતું કે, પોતાનું દેવું વધી જતાં પૈસાની જરૂર હોવાથી પોતાના સહઆરોપી સાથે મળી પોતાની જ ઓફિસનાં ડિસ્ટ્રીબ્યુટર નૈનેશભાઈને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ રોજેરોજ ઓફિસથી રોકડ રકમ બપોરના સમયે બેગમાં ભરી બેકમાં જમા કરાવવા જતા હોય છે. તેઓ મોટાભાગે ત્રણથી સાડા ત્રણ વાગ્યાના સમયગાળામાં પૈસા જમા કરાવવા માટે ઓફિસથી નીકળે છે. જેથી દુષ્યંત અને તેના મિત્રઍ ચાર દિવસ સુધી રેકી કરી નૈનેશભાઈની ગતિવિધિ પર નજર રાખી હતી. ત્યારબાદ તા. ૧૫મી માર્ચના રોજ સહઆરોપી વિપુલ યાદવ પાસેથી બાઈક લઈ નૈનેશભાઈને લૂંટીને તેઓ નવસારી બોરીચા ટોલનાકાની આગળ પેટ્રોલ પંપ પાસે પહોચી ગયા હતાં. ત્યાં બેગમાંથી લૂંટેલી રકમનાં સરખે હિસ્સે ભાગ પાડી લીધો હતો. ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળી ગયા હોવાની કબુલાત કરી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતાં દુષ્યંતે લૂંટના વાપરી નાંખેલા રૂપિયાની વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ ઉછીના લીધેલાં રૂપિયા ૯૦ હજાર નૈનેશભાઈને ટ્રાન્સફર કર્યા હતાં. ૫૬ હજાર રૂપિયા પોતાની બેકમાં જમા કરાવ્યા હતાં. મંગળસૂત્ર છોડાવવા માટે રૂ. ૩૫ હજાર આપ્યા હતાં. મુથુટ ફાયનાન્સમાં રૂ. ૧૬ હજારની ગોલ્ડ લોન ચૂકવી હતી. પોતાની માતાના ખાતામાં ૪૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં અને મિત્ર પાસેથી લીધેલા રૂ. ૪૦ હજાર પણ ચૂકવ્યા હતાં. આમ કુલ રૂ. ૨.૮૨ લાખથી વધુની રકમથી દેવું ચૂકવ્યું હતું.