
શુક્રવારે ધુળેટીનો તહેવાર હોવાથી શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકોઍ રસ્તા ઉપર ધુળેટી ન રમવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત લોકો ઉપર બળજબરીપૂર્વક કલર કે અન્ય વસ્તુઓ ન મારવા પર પ્રતિબંધ મુકાયો છે. લોકો શાંતિમય વાતાવરણમાં ધુળેટી રમે તેવી અપીલ પણ પોલીસ કમિશનરે પણ કરી છે.