
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાના કાઉન્ટડાઉન વચ્ચે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની કુલ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી છે. આ વર્ષે ૧,૪૫,૧૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને બેસવા માટે ૪૮૪ બિલ્ડીંગમાં સીસીટીવી થી સજ્જ ૪૦૮૯ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે.
કોરોનાના કેસો શાંત થયા બાદ આગામી ૨૮ મી માર્ચથી શરૃ થનારી બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. સાથે જ પરીક્ષા સમિતીની પણ બેઠક મળી હતી. આ પરીક્ષામાં ધોરણ ૧૦ ના ૮૯૪૭૫, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪૨૩૩૦ અને વિજ્ઞાન પ્રવાહના ૧૩૩૬૦ મળી કુલ ૧૪૫૧૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. પરીક્ષાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આગામી ૨૬ મી માર્ચ થી ૧૨ મી ઍપ્રિલ સુધી સવારે સાત વાગ્યા થી લઇને સાંજે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. આ વર્ષે પ્રથમ વખત ઓનલાઇન ટિકિટ હોવાથી તમામ ખંડ નિરીક્ષક અને કેન્દ્વ સંચાલકવ્ને હોલ ટિકિટ પ્રિન્ટ કાઢી આચાર્યના સહી સિક્કા કરી આપવા જણાવ્યુ છે.આમ તો દર વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બુટ, ચંપલ મોજા પહેરીને પરીક્ષા આપવાની છુટ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે જે ગાઇડ લાઇન આવી છે. તે મુજબ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા વર્ગખંડની બહાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓઍ પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકશે. બૂટ ચંપલ મોજા બ્લોક બહાર રાખવામાં આવશે. આમ ઉનાળાના તાપમાં વિદ્યાર્થીઓઍ ખુલ્લા પગે પરીક્ષા આપવી પડશે.