સુરતના રામપુરા વિસ્તારમાં કેટલાક વિધર્મીઓ અશાંત ધારાનું ઉલ્લંઘન કરીને મકાન ખરીદવાનો પ્રયાસ કરતા હોવાનું વિશ્વ હિંદુ પરિષદને માહિતી મળતાં ઍ વિસ્તારોમાં લોકજાગૃતિ કરી અને વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના શહેર ઉપાધ્યક્ષ દિપક આફ્રિકાવાળાઍ જણાવ્યું કે, અમને માલૂમ થતાંની સાથે જ અમે આ વિસ્તારના લોકો સાથે બેઠક કરી અને ત્યારબાદ ઍકત્રિત થયેલા તમામ લોકોને વિશ્વાસ અપાવ્યો કે અશાંત ધારાનો ખોટી રીતે કોઈ પણ ઉપયોગ કરી શકશે નહીં. આ વિસ્તારના તમામ લોકોને જાગૃતિ ફેલાવવામાં આવશે જેથી કરીને કોઈ પણ વિધાર્થીઓ અને દુકાન કે મકાન વેચવાનું કે ભાડેથી આપવાનું બંધ કરી દેવું જોઈઍ. અમે કલેકટરને પણ આગામી દિવસોમાં રજૂઆત કરવાના છે કે માત્ર ઓફિસમાં બેસીને અશાંતધારાના વિસ્તારમાં આવતી સંપત્તિઓને મંજૂરી આપવા પહેલા વાસ્તવિક પરિસ્થિતિ સ્થળ ઉપર આવીને જોવી જોઈઍ અને આસપાસના લોકોને તેનો વિરોધ છે કે કેમ તે પણ ચકાસવું જોઈઍ.સુરતના રામપુરા વિસ્તારમાં ત્રણ જેટલા મંદિરો આવેલા છે અને આ વિસ્તાર જુના સુરત તરીકે પણ ઓળખાય છે. શહેરમાં જ્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં આ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. રામપુરા મેઇન વિસ્તારના કેટલાક ઘરો વિધર્મીઓ દ્વારા ખરીદવાનો પ્રયાસ થતાં હોવાની માહિતી સ્થાનિક લોકોઍ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોને આપતાં વિરોધ નોંધાવ્યો હતો.રામપુરા વિસ્તારના રહીશોને માલૂમ પડ્યું કે તેમના વિસ્તારના કેટલાક મકાનો વધુ રૂપિયા ચૂકવીને વિધર્મીઓ ઍ ખરીદવાનો પ્રયાસ શરૂ કર્યો છે જેમાં અશાંતધારાનું ઉલ્લંઘન થઇ રહયું છે પરંતુ કાયદાકીય છટકબારી શોધીને ખોટા સાક્ષીઓ ઊભા કરીને મકાન ખરીદી કરવાનું નક્કી થઈ રહયું છે. સ્થાનિકોઍ વિશ્વ હિન્દુ પરિષદ સમક્ષ રજૂઆત કરી હતી કે જો આ બે થી ચાર મકાનો આ વિસ્તારના વિધર્મીઓ ખરીદી લેશે તો આવનાર સમયમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ પોતાનો કબ્જો મેળવી લેશે.