
વાપી ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને શારીરિક તકલીફો અંગે માર્ગદર્શન મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનો સતત નોકરીમાં રહેતા હોવાના કારણે કમર, ઘુંટણ, પગના દુખાવાની સમસ્યા રહેલી છે.
આ કર્મચારીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ફિઝિયો ૩૬૦ નામની સંસ્થાઍ વાપી ટાઉન પોલીસ મથકે ઍક સેમિનાર યોજી પોલીસ કર્મચારીઓને શારીરિક સમસ્યા અંગે માર્ગદર્શન અને તેનાં ઉપાયો માટે કસરત કરાવી દુખાવામાંથી રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.