
આમ આદમી પાર્ટી દ્વારા ઍસઍમસીમાં ચાલતી ૨૪ કલાક પાણીની યોજનામાં મીટર પ્રથાના વિરોધમાં મોટા વરાછા ખાતે રેલી કાઢવામાં આવી હતી.
મોટાવરાછા વિસ્તારમાં ૨૪ કલાકની મીઠા પાણીની યોજનાને હિસાબે જે અસહ્ના અને મસમોટા બિલો આવતા હોય આ અન્યાયની સામે આ યોજના રદ કરવા માટેની માગણી સાથે મોટાવરાછાની અંદર તારીખ ૨૧-૦૩-૨૦૨૨ને સોમવાર ને રાત્રે ૯ કલાકે શાંતિ પ્રિય રીતે ઍક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં. આ અંગે આપ પાર્ટીના સુરત શહેર મીડિયા ઇન્ચાર્જ આર.કે. સાનેપરા દ્વારા જણાવાયું કે સુરતમાં મોટા વરાછા જ ઍક ઍવો વિસ્તાર છે કે તે પીવાના પાણી માટે ડબલ વેરો ભરે છે જે મોટા વરાછા ની જનતા સાથે અન્યાય છે અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી છે. આગામી દિવસોમાં આ લડતને ચાલુ રાખી વિરોધ પ્રદશનો ચાલુ રાખવામાં આવશે અને જો આનું કોઈ સુખદ નિરાકરણ લાવવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવશે.