
પાંડેસરા વિસ્તારમાં રહેતા ઍક યુવકને ઠગબાજાઍ ઍચડીઍફ બેકના કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહી ક્રેડિટ કાર્ડની વિગત મેળવી રૂ. ૧.૫૮ લાખથી વધુની રકમની ઓનલાઈન શોપિંગ કરી અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
પાંડેસરા, ભેદવાડ દરગાહ પાસે આવેલા શિવમ રોહાઉસમાં રહેતા રસીકકુમાર જીવણભાઈ પટેલ ઉધના રોડ નં. ૬ પર આવેલી ઈનોવેવ નામની કંપનીમાં ઇલેક્ટ્રિક ટેકનિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રસિકકુમારનું સિટીલાઈટની ઍચડીઍફસી બેîકમાં ઍકાઉન્ટ છે. થોડા દિવસ પહેલા ઍચડીઍફસી બેંકે ઇન્વેસ્ટમેન્ટ જમ્બો લોનની ઓફર બહાર પાડી હતી. જેથી મકાન બાંધવા માટે રસિકભાઈને પૈસાની જરૂર હોવાથી તા. ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ઍચડીઍફસી બેકના કસ્ટમર કેરમાં લોનની જાણકારી મેળવવા માટે ગુગલ પર કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો અને ઍચડીઍફસી બેકનો કસ્ટમર કેર નંબર મેળવી ફોન કર્યો હતો, પરંતુ ફોન લાગ્યો ન હતો. થોડી વાર પછી સામેથી ફોન આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિઍ ઍચડીઍફ બેકના કસ્ટમર કેરમાંથી બોલું છું, તેમ કહી ઇન્વેસ્ટમેન્ટ જમ્બો લોન બાબતે વાતચીત કરી હતી. અજાણ્યા વ્યક્તિઍ રસિકકુમાર પાસેથી બેકનો કસ્ટમર આઈડી માંગ્યો હતો. રસિકકુમારે આઈડી નંબર આપ્યા બાદ જમ્બો લોન વિશે માહિતી આપી હતી. તે દરમિયાન અજાણ્યાઍ મોબાઈલ ઉપર આવેલા ઓટીપી નંબર મેળવ્યો હતો. ત્યારબાદ ઍનીડેસ્ક ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવ્યું હતું. ત્યારબાદ ઓટીપી નંબર મેળવી તેમનાં ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૧.૫૮ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગેનો મેસેજ આવતા જ રસિકકુમારના હોશ ઉડી ગયા હતાં. રસિકકુમારે તત્કાલ બેકમાં જાણ કરી પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.