
ચોકબજાર સ્થિત મેમણ હોલ પાસે આવેલ કોગ્રેસ સેવાદળની કાર્યાલયની દિવાલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રિના સમયે બનેલી ઘટના બાદ આજુબાજુના રહીશો દોડીને બહાર આવી ગયા હતાં. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરનાં લાશ્કરોઍ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. દિવાલ ધરાશાયી થતાં તેની નીચે છ કે સાત વાહનો દબાઈ ગયા હતાં.
ચોકબજાર મેમણ હોલની પાસે કોગ્રેસનું જૂનું કાર્યાલય આવેલો છે. આ કાર્યાલયના ટ્રસ્ટી ગુલાબભાઈ પટેલ છે. મધરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં જર્જરિત કોગ્રેસની જૂની ઈમારતની દિવાલનો ભાગ અચાનક જ ધડાકાભેર ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલ પડવાનો અવાજ સાંભળી આજુબાજુનાં રહીશો ઊંઘમાંથી જાગી ગયા હતાં અને તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને કાટમાળ નીચે બે રિક્ષા, બાઈક, મોપેડ અને ત્રણ સાયકલ દબાઈ જતાં નુકસાન થયો હતો. આ ઘટના અંગે કોગ્રેસનાં નેતાઓને પણ જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. હાલ રસ્તાï પરથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. જાકે, દિવાલ પડવાથી કોઈને જાનહાનિ કે ઇજા પહોચી ન હતી.