
ભાઠેનાથી પરવત પાટીયાને જાડતાં બ્રિજ ઉપર રાત્રિના સમયે ઍક ટ્રકમાંથી વ્હાઈટ પાઉડર રસ્તા ઉપર પડ્યો હતો, પરિણામે આ પાઉડર પરથી વાહનચાલકો પસાર થતાં અકસ્માતની વણઝાર જાવા મળી હતી. બાઈક ચાલકો સ્લીપ થતાં તેમને નાની-મોટી ઇજાઓ પહોચી હતી.
જેથી વધુ અકસ્માતો ન થાય તે માટે સ્થાનિક રહીશોઍ રસ્તા ઉપર આડસ કરી અન્ય વાહનચાલકોને સહી સલામત ત્યાંથી પસાર થવા માટે સૂચનાઓ આપી હતી. ત્યારબાદ પાલિકાને જાણ કરતાં કર્મચારીઓ દોડી આવ્યા હતાં. રોડ પર પડેલો પાઉડર ઉંચકીને રસ્તો સાફ કર્યો હતો.