
સુરત મહાનગરપાલિકા દ્વારા સાઇકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના આશ્વાસન અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી નેશનલ ચેલેન્જ અંતર્ગત સુરત શહેરમાં સાઇકલિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પાલિકાઍ આ ઈવેન્ટનું આયોજન કયુ હતું.
સવારે ૭ વાગ્યાના અરસામાં વેસુ, ભરથાણા સ્થિત વીઆઈપી રોડ, ભગવાન મહાવીર કોલેજ પાસેથી સાઇકલ રેલી કાઢી હતી. આ સાયકલ રેલીને મેયર હેમાલી બોઘાવાલા, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં મેયર હેમાલી બોઘાવાલા, મનપા કમિશનર બંછાનિધિ પાણી, કોર્પોરેટરો, અધિકારીઓ સહિતનાં લોકોઍ સાઇકલ ઈવેન્ટમાં ભાગ લઈ સાઇકલ ચલાવી હતી.