ગોડાદરામાં બોલેરોમાં સાડા પાંચ લાખના દારૂ સાથે બુટલેગર પકડાયો હતો. જ્યારે અન્ય શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સંજય નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રવિણ દિનેશ પરમાર બોલેરો પીકઅપ વાન લઇને આવી રહ્ના હતો, આ વાનમાં દારૂ હોવાની માહિતી ગોડાદરા પોલીસને મળતા પોલીસે મહારાણા પ્રતાપ ચોક પાસે પ્રિયંકાપાર્ક સોસાયટીના નાકે જ રેડ પાડીને બોલેરો પીકઆપ સાથે ડ્રાઇવર પ્રવિણ પરમારને પકડીને ગાડીમાં તપાસ કરતા અલગ અલગ પુઠાના બોક્સમાં રૂપિયા ૫.૬૧ લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ દારૂ મોકલનાર બુટલેગર રામુ ગોસ્વામીને વોન્ટેડ જાહેર કર્યો હતો.