
નાનપુરા જમરૂખગલીમાં રહેતા માથાભારે સજ્જ કોઠારીઍ પોતાના ઘર પાસેની વોર્ડ નંબર (સર્વે નંબર)૧૯૮૫- અ, ૧૯૮૫-બ, ૧૯૮૯, ૧૯૯૦, ૧૯૯૧, ૧૯૯૨, ૧૯૯૩ પૈકી દક્ષિણે આવેલી સરકારી જમીન ઉપર કબજો જમાવી દીધો હતો. સરકારી માલિકીની આ જમીન પચાવી પાડવા ગેરકાયદે દબાણ કરી પાકી દીવાલ ચણી દીધી હતી.
સરકારી જમીન પર દબાણ કરવા સાથે જુગારની ક્લબ સહિતની ગેરકાયદે પ્રવૃતિ શરૂ કરી દીધી હતી. સરકારી રોડ પણ કબજે કરી લીધો હોઇ કલેક્ટરે પ્રથમ વખત સુઓમોટો દાખલ કરી સિટી પ્રાન્તને અધિકૃત કરી ૨૨મી ફેબ્રુઆરીઍ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવ્યો હતો.આ ગુનો નોંધાય તે પહેલાં જ સજ્જ કોઠારી ખંડણીના ગુનામાં જામીન થયા બાદ અટકાયતી પગલા ભરવા માટે જેલ ઉપરથી કબજો લેવા આવેલી રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી છૂટ્યો હતો. લેન્ડ ગ્રેબિંગના ગુનો નોંધાયો તે સાથે જ પાલિકાઍ પોલીસને સાથે રાખી આ જગ્યા ઉપર ડિમોલિશન કરાવી જગ્યાનો કબજો લીધો હતો. સજ્જુ ગુજરાતની બહાર ભાગી ગયો હોવાની આશંકા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે સોમવારે ૭૦ મુજબ અરેસ્ટ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું.