નવી સિવિલ હોસ્પિટલમાં બોગસ લખાણ અને સહિ-સિક્કાના આધારે મેડિકલ સર્ટીફિકેટ કઢાવનાર મહિલાબાદમાં મંગળવારે મેડિકલ સર્ટીફિકેટ મેળવવા જાતે આવ્યા પોલીસ કર્મી ભરેવાઇ હતી. મહિલા પોલીસ કર્મીઍ સર્ટી પર જાતે લખાણ લખીને નવી સિવિલના સીઍમઓની નકલી સહી કરી હતી. આરઍમઓને શંકા જતા સમગ્ર પ્રકરણનો ભાંડોફોડ થયો હતો. સમગ્ર મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલમાં આરઍમઓ ડો.કેતન નાયકે જણાવ્યુ કે ગત તા.૧૫ માર્ચના રોજ મહિલા પોલીસ કર્મી મેડિકલ સર્ટીફીકેટ મેળવવા નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતાં. તેમણે મેડિકલ સર્ટીફિકેટ મેળવવા માટે અરજી કરી હતી. હતાં. સીઍમઓને સર્ટીફિકેટના લખાણ અને સહી-સિક્કા જોઇને શંકા ગઇ હતી. તેમણે અન્ય સીઍમઓને જાણ કરી હતી. તેમણે પણ પોતાની સહી હોવાનો ઇન્કાર કર્યો હતો. સર્ટીફિકેટની ખરાઇ કરતી લખાણ અને સહિ-સિક્કા બોગસ હોવાનુ સાબિત થયુ હતુ. તેથી, આરઍમઓ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.