અડાજણના ક્રિષ્ણા મેડિકલ ઉપર ડમી ગ્રાહક મોકલી ઍસઓજીની ટીમે તબીબની પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત દવાનું વેચાણ ઝડપી લઇ કોડીનની સિ૨૫ની ૨૨૩ બોટલ તથા ઊંઘની ૨૩૬૦ ગોળીઓ કબજે લીધી હતી.
ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરાની સૂચના હેઠળ પોલીસ અને ડ્રગ ઍન્ડ ફૂડ વિભાગના અધિકારીઓઍ અડાજણના ક્રિષ્ણા મેડિકલ ઉપર રેડ કરી હતી. આ મેડિકલમાંથી યુવાનો દવાના નામે નશો કરવા માટે કેટલીક ટેબ્લેટ અને સિરપ તબીબની પ્રિસ્ક્રિપ્શન વિના વેચી રહ્નાની બાતમી પોલીસની મળી હોઇ રેઇડ પહેલાં ઍક ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. આ ગ્રાહકને તબીબની પ્રિસ્ક્રિપ્શન વિના જ પ્રતિબંધિત દવા આપતાં પોલીસે પોતાની ઓળખ જાહેર કરી હતી અને સ્ટોરના સંચાલક રમેશ વિઠ્ઠલ સોજીત્રાને ડિટેઇન કર્યો હતો. જેનાથી નશો થાય તેવી સિરપ અને ઊંઘની ગોળીઓનો જથ્થો કબજે કર્યો હતો.