હજીરામાં દરિયામાંથી માછલી પકડીને પોતાની ઍક્ટિવા પર સવાર આધેડ પીતરાઈ ભાઈને આપવા માટે જઈ રહ્ના હતો, ત્યારે હજીરા પોલીસની પીસીઆર વાનમાં સવાર પોલીસકર્મીઓઍ તેને રોક્યો હતો. ત્યારબાદ મોપેડની ચાવી કાઢી લેતા આધેડે ચાવી શું કામ કાઢી તેવું કહેતા જ પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતાં અને તેમને માર મારી લોહીલુહાણ કરી દીધો હતો.ï આ અંગે આધેડે પોલીસ કમિશનરમાં પોલીસકર્મી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. પોલીસની દાદાગીરીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હજીરા ગામના માતા ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય જીતેન્દ્રભાઈ વિનુભાઈ પટેલ માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. તા. ૨૩મી માર્ચના રોજ મધરાત્રે ૨ વાગ્યાના અરસામાં હજીરા દરિયામાંથી માછલી પકડીને પોતાની જીજે-૫, ઍનઍલ-૧૭૪૭ નંબરની ઍક્ટિવા પર મિત્ર મચ્છુ છગન સાથે પીતરાઈ ભાઈને આપવા માટે જઈ રહ્ના હતાં. તે દરમિયાન નીલાંચલ સ્ટુડિયો ચાર રસ્તા પાસે પહોચ્યા હતા ત્યારે જીજે-૫, જીવી-૧૮૪૫ નંબરની પીસીઆર વાનના ડ્રાઇવર અને કોન્સ્ટેબલે તેમની ગાડી અટકાવી હતી. ત્યારબાદ ચાવી કાઢી લેતા જીતેન્દ્રભાઈઍ ગાડીની ચાવી કેમ કાઢી? અમે કયો ગુનો કર્યો છે. તમને ચાવી આપવાનો અધિકાર કોણે આપ્યો છે..? તેમ કહેતા પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતાં. જીતેન્દ્રભાઈને આઠથી દસ લાફા કાનના ભાગે મારતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. પોલીસકર્મીઓ નશાની હાલતમાં હોવાથી જીતેન્દ્રભાઈ અને તેમનાં મિત્રને ગાળો આપી તને મારીને આ દરિયામાં ફેકી દઈશ અને તારી લાશ પણ કોઈને મળશે નહીં અને મારું કંઈ પણ બગડશે, તેવી ધાકધમકી પણ આપી હતી. ત્યારબાદ જીતેન્દ્રનો મિત્ર મચ્છુઍ પોલીસકર્મીઓને પોતાના મિત્રને ન મારવા માટે કહેતા પોલીસકર્મીઓઍ તેને પણ ઢીકમુક્કીનો માર માર્યો હતો અને જીતેન્દ્રભાઈનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. પરિણામે જીતેન્દ્રભાઈનો મોબાઈલ નીચે પડી જતાં તૂટી ગયો હતો. આ સમગ્ર ઘટના ચાર રસ્તા પર લાગેલા સીસીïટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસની આવી દાદાગીરીને લઈ રહીશોમાં રોષ દેખાઈ રહ્ના છે. જીતેન્દ્રભાઈઍ ન્યાય માટે પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી છે. જીતેન્દ્રભાઈઍ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. હવે જાવાનું રહ્નાં કે પોલીસ કમિશનર આ પોલીસકર્મીની સામે કેવા પગલાં ભરશે?