
ગેટ ઉપર તારી મમ્મી ઊભી છે, તેણે તારા ભાઇને લેવા મોકલેલ છે ઍવું ૭ વર્ષની બહેનને કહી બુરખો પહેરેલી યુવતી બે વર્ષના બાળકનું અપહરણ કરી જવાની ચકચારી ઘટનામાં વધુ ઍક આરોપી સાજીદ કુતુબુદ્દીન શેખની ધંધુકાથી ડિંડોલી પોલીસે ધરપકડ કરી હતી.
ગત ૨૩મી જાન્યુઆરીઍ ભેસ્તાન આવાસમાં બિલ્ડિંગ નંબર બી-૨૬માં રહેતી આલિયા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ જફર ઉર્ફે કવ્વાલ શેખ કામ માટે બહાર હતી. ત્યારે સાત વર્ષની પુત્રી અને બે વર્ષનો પુત્ર ઘરમાં ઍકલા હતા ત્યારે ૨ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. પોલીસે આ ગુનામાં બે મહિનાથી ભાગતા ફરતા માલેગાંવના વતની અને હાલ લિંબાયતમાં શાહપુરામાં રહેતા ૨૩ વર્ષીય સાજીદ કુતુબુદ્દીન શેખને ધંધુકાથી ઝડપી લીધો હતો.ઉલ્લેખનીય છે કે અપહરણના ગુનામાં લિંબાયતના ભાવનાનગરમાં રહેતી ૩૮ વર્ષીય રૂબીના ઉર્ફે મુબારક સોહેલ ઉર્ફે ગુંડે ઍઝાઝ સિદ્દીકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવતી સાજીદની બહેન છે. ધંધુકામાં રહેતી મોટી બહેને સંતાન નહિ થતાં હોઇ રૂબીનાઍ તેની ૧૩ વર્ષીય પુત્રીની મદદથી અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.