
સિટીલાઈટ સાયન્સ સેન્ટરમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ટી.બી.ના દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રીશિયન કિટ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. ટીબીનાં ૧૨ હજાર દર્દીઓને કિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલ ફિલ્ડમાં કામ કરતા હેલ્થ વર્કરો, આશા વર્કરો અને વિવિધ ઍનજીઓનો સન્માન પણ કરવામાં આવ્યો હતો.
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ટીબીમુક્ત સુરત અંતર્ગત સિટીલાઈટ સાયન્સ સેન્ટરમાં ઍક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મેયર હેમાલીબેન બોઘાવાલા અધ્યક્ષસ્થાને ટીબીનાં દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રીશિયન કિટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી, આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિની કોઠીયા, શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. આ સાથે મેડિકલ ફિલ્ડમાં કામ કરતા હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો, વિવિધ ઍનજીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ૬૭૦૦ અને સરકારીમાં ૫૪૦૦ જેટલાં ટી.બી.ના દર્દીઓ છે. આ તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર આપી તેમની સારવાર યોગ્ય રીતે થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે દરેક ઍનજીઓને અપીલ કરી છે. દરેક ઍનજીઓ ઍક-ઍક વ્યક્તિને દત્તક લઈ તેની સાર-સંભાળ રાખે તો સુરત ટી.બી.મુક્ત બની શકે છે.